રાજયભર માં ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે ગુનેગારો અને ગુનાની તપાસ પદ્ધતિ પર અમદાવાદ ગ્રામ્ય રેન્જ પોલીસ દ્વારા એક દિવસીય સેમિનાર યોજાયો જેમાં ગૃહપ્રધાન રંજની પટેલના હસ્તે માઈન્ડસાઈડના સોફટવેર લૉંચ કરાયું હતું , ગુનેગાર અને ગુનાની તાપસ પદ્ધતિના કાર્યક્રમમાં રંજની પટેલે ડિટેક્શન મેથડની આપ -લે પર ભાર મુકાયો હતો.
થોડા દિવસ અગાઉ અમદાવાદના બાવળા ખાતે કરોડોની લૂંટના પ્રકારનો ભેદ ઉકેલવામાં માઈન્ડસાઈડ સોફટવેર માસ્ટર કીનું કામ કર્યું હતું ત્યારે ગુજરાત પોલીસે આ સોફટવેરને પોલીસના અન્ય વિભાગોને ઉપલબ્ધ થાય તેવા પ્રયાસ શરુ કર્યા છે જે અંતર્ગત રાજ્યસરકારના ગૃહરાજ્ય પ્રધાન રજની પટેલ આ સોફટવેર લોન્ચ કર્યું હતું.
રોબરી ડિટેકશનમાં આ સોફટવેર થકી આરોપીઓના મોબાઈલ લોકેશન સહિતની માહિતીઓ મળી હતી સોફ્ટવેરના કારણે કલાકોમાં થનાર મોબાઈલ ડેટા પથ્થકરણ મિનિટોમાં થઇ જતા મુખ્ય આરોપીઓ સહીત 14 ને પોલીસે ઝડપી કરોડોનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો .
આ સેમિનાર માં ત્રણ જિલ્લાની પોલીસે ભાગ લીધો હતો એટીએસના એસપી એ આંતકવાદ મુદ્દે લેક્ચર આપ્યુ હતું અમદાવાદના એસપી નિર્લીપ્તરાયે આંગડિયા લૂંટ કેસમાં સોફટવેર કેવી રીતે મદદ રૂપ બન્યું તેનું પ્રેઝન્ટેશન આપ્યું હતું .
ગુજરાત માં વધી રહેલી ગુનાખોરી અંકુશ લેવા પોલીસ દ્વારા અનેક પ્રયાસો થતા રહે છે આજના સમય માં પોલીસ માટે ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ માં બદલાવ લાવવો ખુબ જ જરૂરી બન્યો છે ત્યારે આવા સેમિનાર પોલીસ માટે ખુબ જ જરૂરી બન્યો છે .
For Inquiries:
For Inquiry/Queries fill our short form or you can also send us an email and we’ll get in touch shortly, or Contact Us -- (+91) 9998882887.
live@techpolice.in
info@techpolice.in
Office Hours :
10:00 to 18:00 Monday to Saturday,
Sunday - Holiday